જામખંભાળીયાના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ

  • April 29, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલીબીએ વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો


ખંભાળીયાના પીર લાખાસર ગામના શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, દ્વારકા એલસીબીએ અટકાયત કરીને વડોદરા મઘ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે.


દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય દ્વારા પ્રોહી બુટલેગરો, ખનીજ માફીયા, ભુમાફીયા, માથાભારે ઇસમો વિગેરે અસામાજીક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલને સુચના કરતા પીએસઆઇ દેવમુરારી દ્વારા અસામાજીક તત્વોની માહિતી એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.


જેના આધારે દ્વારકા જીલ્લા કલેકટર રાજેશ તન્નાએ માથાભારે ઇસમ વિરુઘ્ધ ત્વરીત પગલા લઇ પાસા દરખાસ્ત મંજુર કરી હતી, ખંભાળીયાના પીર લાખાસર ગામના હાલ રાજકોટ પરાપીપળીયા ખાતે રહેતા નવાઝ જુમા દેથાની સામે પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબીએ અટકાયત કરી વડોદરા મઘ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application